Sun,17 November 2024,1:34 pm
Print
header

હરિપ્રસાદ સ્વામીજી પંચમહાભૂતોમાં વિલિન, લાખો હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા

વડોદરાઃ સોખડા હરિધામ મંદિર પરિસરમાં હરિપ્રસાદ સ્વામીજી પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, આ સમયે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરાયું હતું. અંત્યેષ્ટિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન કર્યું હતુ. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કરી દીધા છે. આજે સ્વામીજી પંચમહાભુતોમાં વિલિન થયા છે. લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી હતી.

હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોખડા મંદિર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે હરિપ્રસાદ સ્વામી હંમેશા આપણી સાથે જ રહેશે. ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના આશિર્વાદ આપણા પર વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. તેમણે હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા હતા. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો રડી પડ્યા હતા.

સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો. વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવામાં આવી હતી. ભક્તો દૂર દૂરથી આવ્યાં હતા. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવી હતી. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ.વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત હતા. અંત્યેષ્ટી સંસ્કારની શરૂઆત તીર્થજળ અને ગુલાબ-કેસર જળથી અભિષેક સાથે શરૂ કરવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણ તેમજ વિષ્ણુ ભગવાનના પ્રતિનિધિ રૂપ શાલિગ્રામજીની પૂજા કરાઇ હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch