Mon,18 November 2024,3:00 am
Print
header

બેશરમ મામલતદાર ગુંડાગીરી પર ઉતરી આવ્યો, વેપારીને માર મારીને મહિલાની હાજરીમાં ગાળો આપી

ભરૂચઃ સત્તાના નશામાં ચૂર અને જરા પર શરમ કર્યાં સિવાય મહિલાની હાજરીમાં દુકાનદારને ગાળો આપી અને જોરથી થપ્પડ મારીને પોતે ગુંડો હોવાનું સાબિત કરી દીધું છે વાત છે ભરૂચના વાગરા તાલુકાના બેશરમ મામલતદારની, મોંઢે ચશ્મા લગાવીને ટીશર્ટ અને પેન્ટમાં પહોંચીને આ મહાશયે પહેલા તો દુકાનદાર આગળ રૌફ જમાવ્યો અને પછી થપ્પડ મારી દીધી આટલું ઓછું હોય તેમ દુકાનમાં મહિલા હાજર હોવા છંતા ગંદી ગાળો આપી.

કરિયાણાની દુકાન ધરાવતા ઓમ પ્રકાશનું કહેવું છે કે આ મામલતદાર રણજીત મકવાણા અચાનક અહીં આવી પહોંચ્યો હતો અને તેને ગુંડાગીરી કરીને મને થપ્પડ મારી હતી, સેનેટાઇઝર બાબતે મામલતદારે દુકાનદારને કંઇ પૂછ્યું હતુ દુકાનદારે તેનો જવાબ આપ્યો અને તરત જ અકળાઇ ગયેલા મામલતદારે થપ્પડ મારી દીધી, કોઇ બાબતે દુકાનદારનો વાંક હોય તો તેની સામે કાયદાકીય રીતે પગલા લેવાની જગ્યાએ આ મામલતદારે થપ્પડ મારી દીધી હતી જેનાથી લોકોમાં પણ રોષ છે હવે જોવું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ તેમના આ બેફામ મામલતદાર સામે શું કાર્યવાહી કરે છે ? કોરોનાને કારણે પહેલાથી જ દુકાનદારોના વેપાર ધંધા ભાંગી પડ્યાં છે અને તેમાં પણ આવા કર્મચારીઓની હેરાનગતિ વધી ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch