Sun,17 November 2024,3:23 am
Print
header

વલસાડઃ ટ્રેનમાંથી યુવતની લટકતી લાશ મળવાના કેસમાં મોટો ઘટસ્ફોટ

દુષ્કર્મને લઇને ડાયરીમાંથી મળી માહિતી 

 

વલસાડઃ દિવાળીના દિવસે ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાંથી એક યુવતીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે મોટો ખુલાસો થયો છે. જે મુજબ પોલીસને યુવતીને ડાયરી મળી આવી છે. જેમાં મૃતક યુવતીએ સમગ્ર ઘટના વર્ણવી છે. ડાયરીમાં દુષ્કર્મની ઘટના અંગેનું પાનું ફાટેલી હાલતમાં મળી આવ્યું છે. ડાયરીના તે પાનાના કાગળો પરથી સમગ્ર ઘટના ક્રમની જાણ પોલીસને થઈ છે.

યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકોએ તેનું અપહરણ કર્યું હતું. બાદમાં વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતુ, ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને કોચમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો ન હતો.યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ યુવતી વડોદરામાં કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સામાજિક સંસ્થામાં કામ પણ કરતી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch