Fri,15 November 2024,5:02 am
Print
header

વાપીઃ મંદિરે દર્શન કરવા ગયેલા ભાજપના નેતાની ગોળી મારીને કરાઇ હત્યા, પરિવારે કહ્યું ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ નહીં સ્વીકારીએ

વલસાડઃ વાપીના રાતા વિસ્તારમાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. બાઇક સવાર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યાં હતા. જે બાદ આ શખ્સો ફરાર થઈ ગયા હતા. શૈલેષ પટેલના પરિવારના સભ્યોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાની ના પાડી છે. પરિવારે જણાવ્યું છે કે ભાજપ શાસિત રાજ્યમાં આવી ઘટના ઘટતી હોય તો યુપી અને ગુજરાતમાં ફર્ક શું છે ?? અમારી માંગ છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારીએ. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા આવ્યાં હતા. તેમના પત્ની મંદિરની અંદર ગયાં અને શૈલેષ પટેલ ગાડીમાં પત્નીની રાહ જોઈ રહ્યાં હતા. તે સમયે અચાનક બાઈક પર શખ્સો સવાર થઇને આવ્યા હતા અને શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. 4 રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.ઘટનાની જાણ વલસાડ પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં અનુસાર બાઇક પર ચાર લોકો સવાર હતા. શૈલેષ પટેલની પત્ની મંદિરે દર્શન કરીને કાર પાસે પહોંચ્યાં ત્યારે દરવાજા પર લોહી હતું. પતિનું ઘણું લોહી વહી ગયું હતું. તેમની પત્નીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને શૈલેષ પટેલને હોસ્પિટલ લઈ ગયા હતા.ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે નાકાબંધી કરી છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા હત્યારાઓને શોધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch