Mon,18 November 2024,7:58 am
Print
header

પતિએ પરિવારથી અલગ રહેવાની ના પાડી તો પત્નીએ આત્મહત્યા કરી લીધી, પત્નીની લાશ જોઇને પતિએ પણ..

વલસાડઃ ગુજરાતમાં આત્મહત્યાના બનાવોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. વડોદરા અને આણંદ બાદ હવે વલસાડ જિલ્લામાં પણ આત્મહત્યાનો બનાવ બન્યો છે. જિલ્લાના ડુંગળી નજીક આવેલા માલવણના અગાર ફળિયામાં રહેતા એક દંપતીએ ઘરકંકાસને કારણે આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રફુલ રમેશભાઈ પટેલ (ઉ.વ 30)ના પ્રિયંકા સાથે વર્ષ 2016માં લગ્ન થયા હતા. સાસુ- વહુ વચ્ચે થતા ઝઘડાઓને લઈને પ્રિયંકાએ પ્રફુલ સાથે અલગ ઘરમાં રહેવા જવાની વાત કરતી હતી. પ્રફુલ તેના માતા પિતાને છોડીને જવા તૈયાર ન હતો.

શનિવારે રાત્રે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. રવિવારે પ્રફુલને રજા હોવાથી તે ઘરે હતો. ફુલના માતા પિતા નજીકમાં સંબંધીના ઘરે ગયા હતા.બપોરે ઘરના બેડરૂમમાં પ્રિયંકાને સાસુ સસરાથી અલગ ભાડાના મકાનમાં રહેવાની ના પાડતા પ્રિયંકાને મનદુખ થતા ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રફુલે પ્રિયંકાને ફાસો ખાધેલી હાલતમાં જોઈને પોતાના 3 વર્ષના બાળકને ઓટલા ઉપર રમવા મોકલીને ઘરનો દરવાજો બંધ કરીને તેને પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

પ્રફુલના મિત્ર ભાવેશે પ્રફુલને ઘણા ફોન કર્યા હતા. પ્રફુલે ફોન ન ઉપાડતા ભાવેશ ઘરે આવ્યો હતો ઘરનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલ્યો ન હતો. જેથી પ્રફુલના માતા પિતાને ફોન કરીને જાણ કરી હતી. તેના માતા પિતા ઘરે આવ્યાં બાદ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશતા ભાવેશ અને પ્રિયંકા ગળેફાસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch