Fri,01 November 2024,2:58 pm
Print
header

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો ! ઓવૈસીના બોગીનો કાચ તૂટ્યો હોવાનો વારિસ પઠાણે કર્યો દાવો- Gujarat Post News

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો નથીઃ રેલવે પોલીસ 

ટ્રેનની સ્પીડ વધુ હોવાથી પથ્થરો ઉડીને કાચ સાથે ટકરાયાઃ રેલવે પોલીસ 

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ) ના વડા અસરૂદ્દીન ઓવૈસીના ટાર્ગેટ કરીને વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એઆઈએમઆઈએમના પ્રવક્તા વારિસ પઠાણે દાવો કર્યો છે કે ઓવૈસી જ્યારે અમદાવાદથી સુરત વંદે ભારત ટ્રેનમાં  મુસાફરી કરી રહ્યાં હતા, ત્યારે પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું છે, એઆઇએમઆઇએમએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 30 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે.

ટ્વીટ કરેલી માહિતી

વારિસ પઠાણે તૂટેલા કાચ સાથે ટ્વિટ કરીને હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે મોદીજી તમે પથ્થર ફેંકો કે આગ ફેંકો, આ લડાઈ ક્યારેય અટકશે નહીં. તેમણે આ હુમલાને ષડયંત્ર ગણાવ્યું હતું. પઠાણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, સાંજે જ્યારે અમે અસરુદ્દીન ઓવૈસી, સાબીર કાબલીવાલા અને એઆઈએમઆઈએમની રાષ્ટ્રીય ટીમ સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં સુરત જઈ રહ્યાં હતા, ત્યારે પથ્થરમારો થયો હતો. ઓવૈસીની સીટ E1-21 હતી જ્યારે પથ્થરથી તૂટેલી વિન્ડો સીટ E1-25 હતી.

શેર કરવામાં આવેલી તસવીરોમાં ટ્રેનમાં ઓવૈસી સાથે ઘણા લોકો જોવા મળી રહ્યાં છે. તસવીરોમાં કાચ પર પથ્થરના નિશાન પણ જોઇ શકાય છે. જો કે રેલવે પોલીસનું કહેવુું છે કે ટ્રેન પર કોઇ પથ્થરમારો થયો નથી, સ્પીડને કારણે આ પથ્થર ઉછળીને રેલવેના કાચ તરફ આવ્યો હશે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch