Sat,16 November 2024,7:28 pm
Print
header

Big News- આખરે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય, કોરોનાને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય

રશિયા જેવા દેશોના મહેમાનો પણ આવી ગયા હતા 

ગાંધીનગરઃ આખરે ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી મહેમાનો આવવાના હતા. જેમાં રશિયા જેવા દેશોમાંથી મહેમાનો આવવાના શરૂ પણ થઇ ગયા હતા. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન રદ કરવા માટે અનેક લોકો માંગ કરી રહ્યાં હતા અને આખરે રાજ્ય સરકારે મોટે મેળાવડો યોજવાનો નિર્ણય રદ્દ કરી નાખ્યો છે.

PM મોદી ઉપસ્થિત રહેવાના હતાં

ગાંધીનગરમાં આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસની 10 મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ થવાનો હતો. આ ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ હાજર રહેવાના હતા.

ગુજરાતમાં કોરોનાનો કહેર

ગુજરાતમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે બુધવારે 3350 નવા કેસ સામે આવતા સરકાર અને લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch