Fri,01 November 2024,3:06 pm
Print
header

મોદી-શાહના જોરદાર વખાણ કર્યાં, હાર્દિકે કહ્યું હું વિરમગામને અલગ જિલ્લો બનાવીશ- Gujarat Post News

સોશિયલ મીડિયા પર લોકો ભાજપની આ ખીસકોલીની કાઢી રહ્યાં છે ઝાટકણી 

પાટીદાર સમાજના 14 શહીદોની લાશ પર પગ મુકીને હાર્દિક પહોંચ્યો ભાજપમાંઃ સોશિયલ મીડિયા

અમદાવાદઃ ભાજપે પાટીદાર નેતા હાર્દિક પટેલને એવી બેઠક પર ટિકિટ આપી છે, જ્યાં ભાજપ માટે જીતવું ખુબ જ મુશ્કેલ છે, વિરમગામમાં ભાજપના જ નેતાઓ અંદરખાને હાર્દિકને હરાવવા તૈયારીઓ કરી રહ્યાં હોવાના અહેવાલ છે. જો કે હાર્દિકને વિશ્વાસ છે કે તે આ ચૂંટણી જીતી જશે, પરતું અહીંના લોકો કહે છે કે પટેલની દિકરી આનંદીબેન પટેલને સીએમની ખુરશી પરથી ઉતારી દેનારા હાર્દિકને ઘેર મોકલી દેવાનો છે.

હાર્દિક પટેલ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના જોરદાર વખાણ કર્યાં છે, કહ્યું કે મારા જેવા 28 વર્ષના યુવકને ટિકિટ આપીને તેમને મારા પર વિશ્વાસ મુક્યો છે, હું તેમનો આભારી છું, હજુ તો ધારાસભ્ય બન્યાં નથી અને જાહેર કરી દીધું કે હું ધારાસભ્ય બનીને પગાર નથી લેવાનો, આ પગાર હું સામાજિક સંસ્થાઓને આપવાનું જાહેર કરી રહ્યો છું.

હાર્દિકે કહ્યું કે આપણે વિરમગામને અલગ જિલ્લો બનાવીને તેનો કડી જેવો વિકાસ કરવાનો છે, નીતિન કાકાએ કડીનો વિકાસ કર્યો છે, આપણે પણ અહીં તેનાથી વધારે કામ કરીશું. હું સામાજિક કાર્યો કરવા માંગુ છું, બીજી તરફ પાટીદાર સમાજનો એક વર્ગ હાર્દિકનો જોરદાર વિરોધી બની ગયો છે, 14 પાટીદારોના મોત જે જનરલ ડાયરના સમયમાં થયા હતા તેમને હાર્દિક નમી રહ્યો છે. 

હાર્દિક પટેલે ફોર્મ ભરતા પહેલા ભાજપના વખાણ કર્યાં હતા,આ સમયે ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch