Sat,16 November 2024,8:26 pm
Print
header

વીરપુરમાં મતદાર અને કોન્સ્ટેબલ વચ્ચે મોબાઇલ ફોનને લઈને ઝપાઝપી, કોન્સ્ટેબલે માર્યાં મુક્કા- Gujarat Post

વીરપુરઃ ગુજરાતમાં આજે સરપંચની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન અમુક જગ્યાએ ઘર્ષણના બનાવ સામે આવ્યાં છે, વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે લઇ જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી. જેથી કોન્સ્ટેબલે આ યુવકે બરાબરના મુક્કા માર્યાં હતા. 

મતદારનું નામ રાજુ નાનુભાઇ ધાંધલ છે કોન્સ્ટેબલનું નામ પરેશ સિંધવ છે. કોન્સ્ટેબલે રાજુને માર મારીને પોલીસ વાનમાં બેસાડવા પ્રયત્નો કર્યાં હતા. પરંતુ રાજુ પોલીસવાનમાં ન બેસતાં તેને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.આ ઘટનાથી લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા, અહીં ભારે તંગદીલ માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સ્થળ પર આવ્યાં હતા અને મતદારને માર મારનાર કોન્સ્ટેબલને અન્ય જગ્યાએ ખસેડ્યો હતો.

ગુજરાતમાં આજે 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 1,81,97,039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મંગળવાર 21 ડિસેમ્બરે મત ગણતરી થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch