Mon,18 November 2024,9:53 am
Print
header

અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી, જાણો વાતાવરણમાં પલટા બાદ ક્યારે પડી શકે છે કમોસમી વરસાદ

ગાંધીનગરઃ રાજ્યમાં થોડા દિવસથી ઠંડીનું જોર ઘટી ગયું છે. લઘુતમ તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે દરમિયાન કમોસમી વરસાદ પડશે. 9મી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે.આ પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે. હવે ફરીથી જો કમોસમી વરસાદ એટલે કે માવઠું થશે તો ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહશે. દરમિયાન છૂટા છવાયા વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યાં પ્રમાણે 11થી 14 ફેબ્રુઆરી સુધીમાં જો વાદળો વધુ ઘેરાશે તો માવઠું થઈ શકે છે.12 ફેબ્રુઆરી સુધીમાં વધુ વાદળો આવવાની શક્યતા છે.વાતાવરણમાં પલટો અને માવઠાને કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થઈ શકે છે.આથી પાક માટે સંરક્ષણના પગલાં લેવા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે.

આગામી બેથી ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.આ સાથે જ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે, આજે અમદાવાદ સહિતના રાજ્યના શહેરોમાં તાપમાન સામાન્ય રહ્યું છે. ફરીથી માવઠાની ભીતિ વચ્ચે જગતનો તાત ચિંતામાં છે. કારણ કે હાલ શિયાળું પાક લેવાની સિઝન ચાલી રહી છે. જો તૈયાર પાક પર વરસાદ પડશે તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch