Thu,14 November 2024,11:32 pm
Print
header

અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, વાવાઝોડાને લઈને આપી આ ચેતવણી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ દિશા બદલતાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાનું સંકટ ઉભું થયું છે. વાવાઝોડાને લઈ સ્કાયમેટ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું આંકલન કર્યું છે. હવામાન એજન્સી સ્કાયમેટે તેના આંકલનમાં કહ્યું, આજથી મહારાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની અસર જોવા મળી છે, કાલથી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફુંકાશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે આજથી વરસાદની શક્યતા છે. નલિયા, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળમાં જોરદાર પવન ફૂંકાશે. 80થી 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, વાવાઝોડું અતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વાવાઝોડું ખતરનાક બનતા દરિયો તોફાની બનશે. વાવાઝોડાને લીધે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. પોરબંદર, માંગરોળ, ઓખા, સલાયામાં અસર જોવા મળશે. આજથી વાવાઝોડાની અસરના સંકેત તો આવતીકાલથી વાવાઝોડાની પરોક્ષ અસર જોવા મળશે.

વાવાઝોડાની અસરના પગલે રાજ્યનો દરિયો તોફાની બન્યો છે. અનેક જગ્યાએ 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે અને ઘણી જગ્યાએ 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો તોફાની બનવાના સંકેતને પગલે માછીમારોને સાવચેત કરી દેવાયા છે. તંત્ર દ્વારા વાવાઝોડા સામે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch