Sun,17 November 2024,6:54 pm
Print
header

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પાંચ દિવસ પડશે વરસાદ

ગાંધીનગરઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ પડશે, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ, મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ડાંગ, સુરત, તાપી, નવસારી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે.

25 તારીખે દીવ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, મહિસાગર, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ પોરબંદર, જૂનાગઢમાં મધ્યથી હળવા વરસાદની આગાહી કરાઇ છે, 25 થી 26 તારીખે નવસારી, તાપી, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદ પડશે, 26 થી 29 તારીખે નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch