Sat,16 November 2024,1:55 pm
Print
header

Budget 2022: કાપડ, મોબાઇલ ફોન થયા સસ્તા, જાણો શું થયું મોંઘું ? Gujarat post

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala sitaraman)બજેટ(union budget 2022)માં જાહેરાતો દ્વારા જણાવ્યું કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી થશે. તેમણે તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી, આયાત ડ્યૂટી સહિત તમામ ડ્યૂટી વધારવા અને ઘટાડવાની વાત કરી હતી. આ જાહેરાતોને કારણે અનેક વસ્તુઓ સસ્તી  અને શું મોંઘી બનશે.

શું સસ્તું થશે ?

નાણાં મંત્રીએ મોબાઈલ ફોન ચાર્જર, મોબાઈલ ફોન કેમેરા લેન્સ, ટ્રાન્સફોર્મરનું ડોમેસ્ટિંગ મેન્યુફેકચરિંગ વધારવા માટે કસ્ટમ ડ્યૂટીમાં કન્સેશન આપવાની જાહેરાત કરી છે. જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે સરકારે કટ અને પોલીશ ડાયમંડની સાથે રત્નો પરની કસ્ટમ ડ્યૂટીને 5 ટકા કરી દીધી છે. સિમ્પલી સોન્ડ ડાયમંડ પર હવે કોઈ કસ્ટમ ડ્યૂટી લાગશે નહી.

મોબાઈલ ફોન ચાર્જર, ચામડું, કાપડ, કૃષિ સામાન, પેકેજિંગ બોક્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તી થશે. જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. MSME ને ટેકો આપવા માટે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મેન્થા ઓઈલ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો. ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ વગેરે પર કસ્ટમ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શું થશે મોંઘું ?

બજેટમાં સરકારે ઈલેક્ટ્રોનિકસના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો છે. કેટલીક પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારવામાં આવી છે, જેને કારણે આ પ્રોડક્ટ્સ મોંઘી થઈ છે. આયાત જકાતમાંથી મુક્તિ દૂર કરીને કેપિટલ ગુડ્સ પર આયાત જકાત 7.5 ટકા લાદવામાં આવી છે. ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે, જેથી તેની આયાત ઘટાડી શકાય, વિદેશી છત્રી પણ મોંઘી થશે. આ સિવાય આ વર્ષે ઓક્ટોબરથી નોન-બ્લેન્ડિંગ ઈંધણ પર 2 રૂપિયા પ્રતિ લિટરના દરે એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch