Sat,16 November 2024,6:13 pm
Print
header

પત્નિએ પુત્ર સાથે મળીને કરી પતિની હત્યા, લાશને ઘરમાં જ દફનાવી દીધી અને પછી.. Gujarat Post

(હત્યારી પત્ની)

પતિ દારૂ પીને પત્નિને ફટકારતો હતો

ઘરમાંથી દુર્ગંધ આવતાં પડોશીએ પોલીસને કરી જાણ 

મૃતકના 15 વર્ષ પહેલા થયા હતા લગ્ન

સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. પત્નિએ પોતાના પુત્ર સાથે મળીને પતિનું કાસળ કાઢી નાંખ્યું અને ઘરમાં જ મૃતદેહ દફનાવી દીધો હતો. આ માહિતી મળતાં પોલીસે ઘરમાંથી મૃતદેહ કબ્જે કર્યો છે.આ ષડયંત્રમાં મૃતકનો પિતરાઈ ભાઈ પણ સામેલ હતો. મૃતકના ભાઈની ફરિયાદને આધારે પોલીસે તેની પત્ની, પુત્ર અને પિતરાઈ ભાઈ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

હરગાંવ પોલીસ સ્ટેશનના બાગપુરમાં રહેતા કમલેશના ઘરેથી દુર્ગંધ આવવાની જાણ કેટલાક લોકોને થઈ હતી. લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી, માહિતી મળ્યાં બાદ હરગાંવ એસઓ બ્રિજેશ ત્રિપાઠી પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.પોલીસના જણાવ્યાં અનુસાર તપાસ દરમિયાન સામે આવ્યું કે કમલેશની હત્યા કરવામાં આવી છે, તેની લાશને ઘરના રૂમમાં જ દાટી દેવામાં આવી હતી. પોલીસે ખાડામાંથી લાશ બહાર કાઢી હતી.એસઓએ જણાવ્યું કે મૃતકે બીજા લગ્ન કર્યા હતા.

પરિવારજનોના જણાવ્યાં મુજબ કમલેશ લગભગ 10 દિવસ પહેલા ગુમ થયો હતો. પત્ની અને પુત્રએ તેમને કોઈ સાચી માહિતી આપી ન હતી. એસઓએ જણાવ્યું કે મૃતકની પત્ની અને પુત્ર આદર્શે કમલેશની હત્યા કરી હતી. બંનેએ હત્યાનો ગુનો કબૂલી લીધો છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ઘટના 17 ડિસેમ્બરે બની હતી. પુત્ર આદર્શ અને ગોપાલ લાશનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એસઓએ જણાવ્યું કે મૃતકના ભાઈ રામકિશનની ફરિયાદ પર પત્ની સુનીતા, પુત્ર આદર્શ અને પિતરાઈ ભાઈ ગોપાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાનું કારણ દારૂ હોવાનું કહેવાય છે.કમલેશ દારૂ પીતો હતો અને દરરોજ તેની પત્નીને મારતો હતો. ઘટનાના દિવસે પણ તે નશાની હાલતમાં પત્નીને માર માર્યો હતો. જે બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch