Sat,16 November 2024,6:30 pm
Print
header

કેરળમાં ચાલતો હતો પત્નીઓની અદલા બદલીનો ખેલ, જાણો કઈ રીતે થયો પર્દાફાશ– Gujarat Post

(demo photo)

  • મહિલાએ પતિ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ
  • ટેલિગ્રામ એપ દ્વારા રમાતી હતી વાઇફ સ્વેપિંગની ગેમ
  • ગેંગમાં હજારથી વધુ સભ્યો હોવાનો અંદાજ

કોટ્ટયમ: કોટ્ટયમ નજીક કરુકાચલમાં પત્નીઓની કથિત અદલાબદલીના ખેલમાં રવિવારે 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ટેલિગ્રામ એપ દ્વારા પત્નીઓની અદલા બદલીની ઘૃણાસ્પદ રમત રમાઈ રહી હતી.આ ગેંગમાં એક હજારથી વધુ સભ્યો હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે પતિ બળજબરીથી તેની સાથે અકુદરતી સંબંધો બાંધે છે અને તેને અન્ય વ્યક્તિ સાથે પણ આવા સંબંધો રાખવા દબાણ કરી રહ્યો છે.

ફરિયાદને આધારે તપાસ દરમિયાન આ ટોળકીનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે મહિલાનો પતિ તેને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હતો. ગેંગના સભ્યો ટેલિગ્રામ, મેસેન્જર એપ વગેરેનો ઉપયોગ કરીને એકબીજાના સંપર્કમાં રહેતા હતા. કોટ્ટયમ, અલાપ્પુઝા અને એર્નાકુલમ જિલ્લામાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના અન્ય સભ્યોની શોધ ચાલુ છે. પોલીસે હાલ કેસની તાપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અનેક મોટા માથાઓના નામ બહાર આવી શકે છે, ઘણા મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch