Sat,16 November 2024,5:01 am
Print
header

શું અદાણી પરિવાર રાજકારણમાં સક્રિય થશે ? જાણો શું કરી સ્પષ્ટતા- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • અદાણી પરિવાર રાજ્યસભામાં જશે તેવી અટકળો થઈ રહી હતી
  • ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણીને રાજ્યસભા સાંસદ બનાવાય તેવા અહેવાલ પ્રસિદ્ધ થયા હતા
  • અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરીને કહ્યું, પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં રસ નથી

અમદાવાદઃ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારની રાજકારણમાં એન્ટ્રીને લઈને છેલ્લા થોડા દિવસોથી સમાચાર આવી રહ્યાં છે. દુનિયાના ટોપ ધનિકોમાં સામેલ એવા ગૌતમ અદાણી પરિવારને લઈને છેલ્લા થોડા દિવસોથી અનેક ચર્ચાઓ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૌતમ અદાણી અને તેમના પત્ની ડો.પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકાય છે.આ દાવા પર અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી છે. કહ્યું કે અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં બિલકુલ રસ નથી.

પોતાની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપે કહ્યું, ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચારો વિશે અમે જાણ્યું. આ સમાચાર તદ્દન ખોટા છે. મીડિયા રિપોર્ટ દ્વારા બીજા લોકો પોતાના ફાયદા માટે અમારું નામ ખરાબ કરી રહ્યાં છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્ય કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાના નથી. અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરીને તેમના રાજકારણમાં પ્રવેશ પર હાલ પૂર્ણવિરામ મુકી દીધુું છે.નોંધનિય છે કે અદાણી હાલમાં પીએમ નરેન્દ્ર મોદીના સૌથી નજીકના બિઝનેસમેન છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch