Sat,21 September 2024,6:08 am
Print
header

કોરોનાએ ફરી વધાર્યું ટેન્શન, શિયાળામાં રોગચાળો ફાટી નીકળવાની ચેતવણી, બાઇડેને કહ્યું નવી રસી બનાવો

વોંશિગ્ટનઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકોના મોત થઇ ગયા છે. ઘણી અર્થવ્યવસ્થાઓ બરબાદ થઈ ગઈ. હાહાકાર મચાવતા કોરોનાએ ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. અમેરિકામાં કોરોનાના કેસોમાં 24 ટકાનો વધારો થયો છે. તેને જોતા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આગામી શિયાળાની ઋતુમાં આ રોગચાળો ફરી એકવાર ફેલાઈ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કોરોના રોગચાળાના ફેલાવાની ગંભીરતાને સમજીને નવી રસી બનાવવાનો આગ્રહ કર્યો છે. બાઇડેને નવી રસી બનાવવા માટે વધુ ફંડની માંગ કરી છે.

નવી અમેરિકન રસી સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે

નવી રસી બનાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ફંડની માંગ સાથે ચર્ચા એ પણ શરૂ થઈ ગઈ છે કે શું કોરોનાના નવા પ્રકાર માટે અલગથી રસી હશે ? રાષ્ટ્રપતિ જો બાઇડેને જણાવ્યું હતું કે તેમને એક ઠરાવ પર હસ્તાક્ષર કર્યાં છે, જેમાં કોંગ્રેસને નવી રસી માટે વધારાનું ફંડ બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રસી દરેક વ્યક્તિને આપવામાં આવે, પછી ભલે તેઓને કોરોનાની રસી મળી હોય. ફંડ રિલીઝ થયા બાદ આ નવી રસી સપ્ટેમ્બર મહિનામાં લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

યુએસ હોસ્પિટલોમાં કેસ વધ્યા, ઘણી જગ્યાએ માસ્ક પહેરવું ફરજિયાત, એડવાઈઝરી જારી

કોરોનાના વધતા જતા કેસોને જોતા અમેરિકાની કેટલીક સંસ્થાઓએ ફરી એકવાર માસ્ક પહેરવાનું જરૂરી બનાવી દીધું છે. આ અંગે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. નિષ્ણાતો લોકોને માસ્કનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી રહ્યાં છે.હોસ્પિટલોમાં વધી રહેલા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે.લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસમાં ઝડપી થઇ રહ્યો છેે વધારો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં COVID-19 ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. ઘણી કંપનીઓએ ઓમિક્રોન સ્ટ્રેન XBB.1.5 માટે પહેલેથી જ નવી રસી બનાવી છે. આ બનાવતી કંપનીઓમાં Pfizer, Novavax અને Modernaનો સમાવેશ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વાયરસમાં વારંવાર થતા પરિવર્તનને ધ્યાનમાં રાખીને નવી રસી બનાવવાની જરૂર પડશે. આ કારણે બાઇડેને નવી વેક્સીન બનાવવા માટે ફંડ રિલીઝ કરવાનું કહ્યું છે.

11 ઓગસ્ટના પ્રસ્તાવમાં રોગચાળાનો કોઈ ઉલ્લેખ ન હતો

11 ઓગસ્ટના રોજ બાઇડેન સરકારે કોંગ્રેસ પાસેથી $40 મિલિયન ફંડની વિનંતી કરી હતી. તેમાં કોરોના વાયરસ સંબંધિત ફંડનો સમાવેશ થતો નથી. તેના બદલે સરકારે યુક્રેનને વધુ સહાય, ફેડરલ ડિઝાસ્ટર ફંડ, આબોહવા પરિવર્તન અને સરહદ પ્રાથમિકતાઓ જેવી બાબતો માટે આ ફંડની માંગ કરી છે. અગાઉ 2022માં બાઇડેન સરકારે કોરોના સંકટનો સામનો કરવા માટે $9.25 બિલિયનનું ફંડ માંગ્યું હતું. પરંતુ અમેરિકી સંસદે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. નોંધનીય છે કે, આ પહેલા થોડા મહિના પહેલા ચીનમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થયો હતો. ચીને પહેલાથી જ ઝીરો કોવિડ પોલિસી હટાવી દીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch