Mon,18 November 2024,10:13 am
Print
header

માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ, લાવારીશ લાશને ઉઠાવવા કોઈ તૈયાર ન હતું, ત્યારે એક મહિલા PSI જે કર્યું એ......

આંધ્ર પ્રદેશઃ એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં એક લાવારીશ લાશને કોઇ અડવા પણ તૈયાર ન હતું. આ મહિલા સબ-ઇન્સ્પેક્ટરે પોતાના ખભા પર લાવારીશ લાશને ઉપાડીને બે કિલોમીટર ચાલીને એના અંતિમસંસ્કાર કર્યાં હતા.

શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગામાં ફરજ બજાવતાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર કે. શ્રીષાએ ફરજ બજાવતા જે કર્યું તેના માટે દરેક તેમની પ્રશંસા કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.કૃષ્ણા રેડ્ડીએ પણ યુવા પોલીસ અધિકારીના માનવતાવાદી પગલાની પ્રશંસા કરી ટ્વીટ કર્યું છે. તેમણે જણાવ્યું કે ઓફિશિયલ ડ્યૂટીથી એક પગલું આગળ વધીને કોઈ લાવારીશ લાશના અંતિમસંસ્કાર કરવા એ બતાવે છે કે આપણા દેશના દરેક પોલીસ કર્મચારીઓેએ પોતાની અંદર માનવતાનાં મૂલ્યોને જાળવી રાખ્યાં છે.

આંધ્ર પ્રદેશના પોલીસ ચીફ ડી.ગૌતમ સવાંગે યુવા પોલીસ અધિકારીના આ કામનાં વખાણ કર્યા છે. શ્રીકાકુલમ જિલ્લાના કાસીબુગ્ગાના આદિવિકોટ્ટુરું ગામના એક ખેતરમાં એક લાવારીશ લાશને લોકોએ જોઈ હતી, પરંતુ કોઈપણ વ્યક્તિએ તેની પાસે જવાની હિંમત કરી ન હતી.સામે આવ્યું છે કે મૃતક લોકો પાસેથી ખાવાનું માગીને પોતાનું પેટ ભરી રહ્યો હતો. 

મહિલા સબ-ઈન્સ્પેકટર શ્રીષાને આ ઘટનાની જાણકારી મળતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. તેમણે જોયું કે લાશના અંતિમસંસ્કાર તો દૂર, પણ લોકો લાશ પાસે જવાથી પણ ગભરાઈ રહ્યાં હતા. આ જોયા પછી શ્રીષાએ લલિતા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી લાશના અંતિમસંસ્કાર કરવાનું નક્કી કર્યું હતું. ત્યારે મહિલા પોલીસ કર્મીની આ કામગીરીના ચારે બાજુ વખાણ થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch