Mon,18 November 2024,8:02 am
Print
header

સગીરાનો ફોટો ફેસબુક પર મુકીને લખ્યું Call me rate Rs 2500, પરિચીત મહિલાનું કારસ્તાન

અમદાવાદ સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થતા પોલીસે મહિલાને ઝડપી લીધી

અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં રહેતી રાધાસિંગ નામની મહિલાએ ધ્રુણા ઉપજાવે તેવી હરકત કરી છે. પોતાના ફેસબુક એકાઉન્ટ (Facebook)માં ગોતા વિસ્તારાં જ રહેતી એક મહિલાનો અને તેની સગીર વયની દીકરીનો ફોટો પોતાના ફેસબુક એકાઉન્ટમાં મુકીને લખ્યું હતુ કે Call me rate Rs 2500, બાદમાં આ મેસેજ પોતાના વોટ્સએપ (Whatsapp) પરથી સ્ક્રીન શોટ લઇને સગીરાની માતાને મોકલીને બિભત્સ લખાણ લખીને બદનામ કર્યા હતા. આ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેને આધારે સાયબર ક્રાઇમે રાધાસિંગ નામની મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ ગોતામા સ્તવન પરિસર રહેતી 32 વર્ષીય રાધાસિંગે તેના ફેસબુક આઇડી  પર એક પોસ્ટ મુકી હતી. આ અંગે મહિલાએ સાયબર ક્રાઇમ (cyber crime)માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાધાસિંગની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાધાસિંગ નામની મહિલા ચાર વર્ષ પહેલા દિલ્હીથી અમદાવાદ રહેવા માટે આવી હતી તે ફરિયાદી મહિલાના પતિના સંપર્કમાં આવી હતી. જેમાં સંબધોના કારણે રાધાસિંગ સાથે મહિલાને તકરાર થઇ હતી. જેની અદાવત રાખીને તેણે આ પગલુ ભર્યું હતુ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch