Sun,17 November 2024,3:16 am
Print
header

અયોધ્યામાં મહિલા બેંક અધિકારીએ ગળેફાંસો ખાધો, સ્યૂસાઇડ નોટમાં IPS સહિત ત્રણનાં લખ્યા નામ

સ્યૂસાઇડ નોટમાં આઇપીએસ અધિકારીનું નામ આવતા રાજનીતિ શરૂ 

અયોધ્યાઃ પંજાબ નેશનલ બેંકમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રદ્ધા ગુપ્તાએ આત્મહત્યા કરી લીધી છે. સ્યૂસાઇડ નોટમાં પૂર્વ મંગેતર સહિત ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યાં છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તપાસની માંગ કરી છે.

અયોધ્યામાં પંજાબ નેશનલ બેંકમાં પબ્લિક ઓફિસર તરીકે તૈનાત યુવતીનું શબ તેના ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યું હતું.ઘટનાની જાણ થયા બાદ પોલીસે આવીને તપાસ શરૂ કરી હતી. યુવતીના રૂમમાંથી સ્યસાઇડ નોટ મળી આવી છે. જેમાં ત્રણ લોકોને તેના મોત માટે જવાબદાર ગણાવ્યાં છે. એકનું નામ વિવેક ગુપ્તા છે. જેના આ યુવતી સાથે લગ્ન થવાના હતા.

નોટમાં બાકી બે નામ ચોંકાવનારા છે. જેમાં પહેલું નામ આઇપીએસ અધિકારી આશિષ તિવારીનું છે.બીજુ નામ અનિલ રાવત પોલીસ ફૈઝાબાદ એમ લખ્યું છે. અયોધ્યા પોલીસે પૂર્વ મંગેતર વિવેક ગુપ્તાની ધરપકડ કરી છે 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch