Sat,16 November 2024,8:01 pm
Print
header

વડોદરાઃ લગ્નના પાંચ દિવસ પહેલા જ યુવતીએ ગળાફાંસો ખાઇ લીધો- Gujarat Post

(demo pic)

વડોદરાઃ શહેરમાં એક ચકચાર ભરી ઘટના બની છે. ઉચ્ચ અભ્યાસ કરેલી યુવતીએ લગ્નના પાંચ દિવસ પહેલા જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ગોત્રીમાં રાજેશ ટાવર રોડ પર રહેતી યુવતીના રૂમમાં મળી આવેલી સ્યૂસાઇડ નોટમાં પોતાની મરજીથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે. પોલીસે મૃતક યુવતીનો ફોન કબ્જે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગત પ્રમાણે, લલીતાનગર સોસાયટીમાં 27 વર્ષની યુવતી રહેતી હતી તે ગ્રાહક સુરક્ષા ફોરમમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી. તેના પિતા અમદાવાદ રેવન્યૂ વિભાગમાં ક્લાસ 2 અધિકારી છે. આગામી 24 તારીખે યુવતીના લગ્ન હતા. ઘરમાં લગ્નનો મોહલ હતો.  દરમિયાન યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા લગ્નની ખુશીનો માહોલ ગમમાં બદલાઇ ગયો છે પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે. 

યુવતીના લગ્ન ઉત્તરપ્રદેશના યુવક સાથે નક્કી થયા હતા. યુવતીએ અચાનક જ અણધાર્યું અને ચોંકાવનારું પગલું ભરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવતીએ બેચલર ઓફ ટેકનોલોજી(બી.ટેક) સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કર્યાં બાદ વડોદરાના ગ્રાહક ફોરમમાં કોન્ટ્રાકટ હેઠળ નોકરીમાં જોડાઈ હતી લગ્ન બાદ દીકરીને સાસરે વળાવવાના બદલે તેણે આપઘાત કરી લેતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

યુવતી તેના મકાનના ઉપરના માળે સૂઈ ગઈ હતી. વહેલી સવારે તેની બહેન તેને ઉઠાડવા ગઈ ત્યારે દરવાજો નહીં ખોલતાં પરિવારજનો ચિંતાતુર બન્યાં હતા. બહેને બાજુના ધાબા પર જઈને રૂમનો બીજો દરવાજો ખોલીને જોતાં યુવતી ગળાફાંસો ખાધેલી હાલતમાં હતી. ઘટનાને પગલે પરિવારજનોએ ગોરવા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch