Sun,17 November 2024,5:56 pm
Print
header

અમરેલીના હડાળા ગામની ઘટના. તુ કેમ પ્રેમ સંબંધ રાખતી નથી કહીને પરિણાતાની છેડતી કરી

(પ્રતિકાત્મક ફોટો)

બગસરાઃ ગુજરાતમાં બહેન દીકરીઓ સલામત હોવાની સરકારની ગુલબાંગો વચ્ચે અમરેલી જિલ્લામાં બહેન દીકરીઓ પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. બગસરાના હડાળા ગામે રહેતી પરિણીતાને તું કેમ પ્રેમ સંબંધ રાખતી નથી તેમ કહીને સાડી પકડીને છેડતી કરવામાં આવી હતી. ઉપરાંત તેના પતિને આજે તો તું બચી ગયો છે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.

આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ કરી છે. ઘટના અંગે મળતી માહિતી મુજબ હડાળા ગામે રહેતી અને ઘરકામ કરતી મહિલા તેના જ ગામના હિતેષ વિનુ ચાવડા, દેવજી ધનજી ચાવડા, વિનુ તથા સવજી  ચાવડા સામે ફરિયાદ કરી છે. જે મુજબ પીડિતાને હિતેષે કહ્યું કે, તું કેમ પ્રેમ સંબંધ રાખતી નથી સાથે જ તેને ધમકી પણ આપી હતી. દેવજીએ મહિલાની સાડી પકડીને ખેંચી હતી ઉપરાંત ચારેય આરોપીએ ઢીકાપાટુ માર્યાં હતા તેના પતિને આજે તો  બચી ગયો છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે ગામમાં પણ લોકોમાં રોષ વ્યાપી ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch