Sat,21 September 2024,6:12 am
Print
header

ઇતિહાસ રચી દીધો, નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ખેલાડી બન્યાં

નવી દિલ્હીઃ નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એથ્લેટ નીરજ ચોપરાને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં મેન્સ જેવલિન થ્રો ફાઇનલમાં ઐતિહાસિક ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં છે અને તેમને પ્રતિભાશાળી ગણાવ્યાં છે.1983માં સ્પર્ધા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કોઇ ભારતીય ખેલાડીએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.

નીરજે હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં નેશનલ એથ્લેટિક્સ સેન્ટર ખાતે જેવલિન થ્રો ઈવેન્ટમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલનું લક્ષ્ય રાખ્યું હતું. ફાઈનલમાં કુલ છ રાઉન્ડ હોય છે અને નીરજે બીજા રાઉન્ડમાં જ 88.17 મીટરનો થ્રો કર્યો હતો. ત્યારથી તેમને પોઈન્ટ ટેબલમાં લીડ જાળવી રાખી હતી અને આ લીડ અંત સુધી જાળવી રાખી હતી.

નીરજ ચોપરાએ ગોલ્ડ જીત્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે પ્રતિભાશાળી નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું ઉદાહરણ છે. તેમનું સમર્પણ, ચોકસાઈ અને જુસ્સો તેમને માત્ર એથ્લેટિક્સમાં ચેમ્પિયન જ નહીં પરંતુ સમગ્ર રમત જગતમાં શ્રેષ્ઠતાનું પ્રતીક પણ બનાવે છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા બદલ તેમને અભિનંદન.

નીરજની ઐતિહાસિક જીતથી તેના ગામ ખંડરામાં ખુશીનો માહોલ છે, ત્યારે દેશભરમાંથી લોકો તેમને અભિનંદન આપી રહ્યાં છે અને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.ભારતીય સેના, કોંગ્રેસ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ તેમને અભિનંદન પાઠવ્યાં છે.બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં મેન્સ જેવલિન થ્રોમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય સેના સુબેદાર નીરજ ચોપરાને અભિનંદન આપે છે.

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યાં હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોયે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટ જીતી. તમારી સિદ્ધિઓ પર સમગ્ર દેશને ગર્વ છે અને આ ક્ષણ ભારતીય રમત ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે.

કોંગ્રેસ પાર્ટીએ પણ નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ જીત્યા બાદ અભિનંદન પાઠવ્યાં હતા. કોંગ્રેસે પોતાના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર લખ્યું, 'ગોલ્ડન બોય નીરજ ચોપરાએ ફરી એકવાર વિશ્વ મંચ પર તિરંગો ફરકાવ્યો છે.નીરજે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો છે.દેશનું સન્માન વધારવા માટે નીરજ ચોપરાને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch