Sun,17 November 2024,10:05 pm
Print
header

કોરોના જ્યાંથી ફેલાયાની ચર્ચા છે તે ચીની વુહાન લેબમાં આવું બન્યું હતુ, અમેરિકાનો મોટો દાવો

વોશિંગ્ટનઃ દુનિયાભરમાં કોરોનાનો ફેલાવો કરનાર ચીન સામે જોરદાર રોષ ફેલાયેલો છે જેમાં અમેરિકા પણ એક પછી એક ચીનની પોલ ખોલીને તેની ટીકા કરી રહ્યું છે અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની વાઇરસ કરીને ચીનની વારંવાર કોરોના ફેલાવવા પર ટીકા કરી હતી હવે સામે આવ્યું છે કે જે વુહાનની લેબમાંથી કોરોના વાઇરસ ફેલાયો છે તે લેબમાં શરૂઆતના દિવસોમાં લેબના વૈજ્ઞાનિકો પણ બિમાર પડી ગયા હતા.
  
અમેરિકાના એક ખાનગી રિપોર્ટ મુજબ આ લેબના 3 વૈજ્ઞાનિકોની હાલત ખરાબ થઇ ગઇ હતી તેમને તાત્કાલિક સારવાર આપવી પડી હતી. અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના 3 વૈજ્ઞાનિકો નવેમ્બર 2019માં બિમાર પડ્યા હતા ત્યાર પછી ચીનમાં આ વાઇરસે હાહાકાર મચાવ્યો હતો પછીથી આ ભયંકર બિમારી દુનિયાભરના દેશોમાં પહોંચી, જેનાથી કરોડો લોકો સંક્રમિત થયા અને લાખો લોકોનાં મોત થઇ ગયા, ત્યારે ચીન ભલે ન માને પરંતુ કોરોના વાઇરસ ચીને જ ફેલાવ્યો છે તેવો અમેરિકા સહિતના અનેક દેશોનો દાવો છે. હાલમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડન પર કોરોના વાઇરસના ઉદગમ સ્થાન શોધવા સક્રિય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch