Sat,16 November 2024,2:16 am
Print
header

યમુનોત્રી જઈ રહેલી બસ ઊંડી ખીણમાં પડી, 25 યાત્રિકોના મોત- Gujarat Post

ઘટનાની જાણ થયા બાદ એસડીઆરએફના જવાનોને રાહત બચાવ કાર્ય માટે બોલાવામાં આવ્યાં

ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

ઉત્તરાખંડઃ યમુનોત્રી જઈ રહેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. અકસ્માતમાં હાલ 25 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટી કરવામાં આવી છે. આ બસમાં 40 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યાં હતા.પોલીસ અને SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યં હાથ ધર્યું છે. યમુનોત્રી નેશનલ હાઈવે પર ડામવા નજીક આ દુખદ ઘટના સર્જાઈ છે.આ બસ અંદાજે 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતની જાણ થયા બાદ એસડીઆરએફના જવાનોને રાહત બચાવ કાર્ય માટે બોલાવામાં આવ્યાં છે.એસપી અર્પણ યઘુવંશીએ જણાવ્યું કે ડામટા થી અંદાજે 2 કિલોમીટર દૂર નૌગાંવ તરફ આ અકસ્માત થયો છે.બસમાં સવાર યાત્રીઓ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના છે.હાલ ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે રાહત-બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ બસમાં 40  લોકો મુસાફરી કરી રહ્યાં હતા, પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. મુખ્ય સચિવ સુખબીર સિંહ સંધુએ અધિકારીઓને ઘટના સ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યાં છે.તમામ મુસાફરો મધ્ય પ્રદેશના હોવાનું જણાવાયું છે.તમામ મુસાફરો યમુનોત્રીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા, આ દુર્ઘટના હિમાચલ-ઉત્તરાખંડ ની બોર્ડર પાસે આવેલા દમતા ખાતે બની છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch