Fri,15 November 2024,6:57 am
Print
header

યમન: સનામાં રમઝાન ચેરિટી વિતરણમાં નાસભાગ, 85 લોકોનાં મોત, 300થી વધુ ઘાયલ

યમનઃ રાજધાની સનામાં થયેલી નાસભાગમાં 85 લોકોનાં મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. હુતીઓના સત્તાવાર મીડિયાએ ગુરુવારે આ માહિતી આપી હતી. યમનમાં ઇરાન સમર્થિત હુતી ચળવળ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન ન્યૂઝ આઉટલેટ અલ મસિરાહ ટીવીએ સનામાં આરોગ્ય નિયામકને ટાંકીને જણાવ્યું કે 85 લોકોનાં મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી 13 ની હાલત ગંભીર છે.

હૂતીના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું કે મુસ્લિમોના પવિત્ર રમઝાન મહિનાના અંતિમ દિવસોમાં વેપારીઓ દ્વારા ચેરિટીના વિતરણ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. પ્રવક્તાએ આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી.

ચેરિટી એક પ્રકારનું સેવાભાવી દાન છે. દરેક સક્ષમ મુસ્લિમની ફરજ હોય છે કે તે દર વર્ષે પોતાની કુલ સંપત્તિનો 2.5 ટકા હિસ્સો ચેરિટી તરીકે ગરીબોને વહેંચે. રોયટર્સે બચાવ કાર્યમાં સામેલ બે સાક્ષીઓને ટાંકીને જણાવ્યું છે કે આ ચેરિટી માટે ઘણા લોકો એક શાળામાં એકઠા થયા હતા. અહીં દરેક વ્યક્તિને 5000 યમની રિયાલ એટલે કે લગભગ 1500 રૂપિયા ભારતીય ચલણમાં મળવાના હતા.

આંતરિક મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે ચેરિટી કાર્યક્રમના આયોજન માટે જવાબદાર બે વેપારીઓની અટકાયત કરવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. હૂતી નિયંત્રિત ગૃહ મંત્રાલયે ચોક્કસ મૃત્યુઆંક આપ્યો નથી, મૃતકોમાં અનેક મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

2014 માં જ્યારે ઇરાન સમર્થિત હૂતી બળવાખોરોએ સના પર કબ્જો જમાવ્યો ત્યારે યમન ગૃહયુદ્ધમાં ડૂબી ગયું હતું, જેને કારણે સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને ટેકો આપવા માટે તે પછીના વર્ષે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ગૃહયુદ્ધને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે, ઘણા લોકો ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch