Sat,16 November 2024,8:08 am
Print
header

ચૂપ થઇ જા, હવે વધુ પૂછીશ તો.. પેટ્રોલના વધતા ભાવના સવાલ પર રામદેવે પત્રકાર પર કર્યો ગુસ્સો- Gujarat Post

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. યોગગુરુ બાબા રામદેવને એક પત્રકાર દ્વારા આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેઓ થોડા અસહજ દેખાતા હતા અને મીડિયાના કેમેરા સામે પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. દરમિયાન તે પત્રકાર પર ગુસ્સે થઈ ગયા હતા અને પત્રકારને ધમકી આપતા જોવા મળ્યાં હતા. હરિયાણાના કરનાલના કાર્યક્રમ દરમિયાન પત્રકારે બાબા રામદેવને મીડિયામાં આપેલા તેમના એક નિવેદન અંગે સવાલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે લોકોએ એવી સરકાર પર વિચાર કરવો જોઈએ જે પેટ્રોલ 40 રૂપિયા પ્રતિ લિટર અને રાંધણ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુનિશ્ચિત કરી શકે.

સવાલ પર બાબા રામદેવે કહ્યું, "હા, મેં કહ્યું હતું કે તમે શું કરી શો ? આવા પ્રશ્નો પૂછશો નહીં. શું હું તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે કોઇ કોન્ટ્રાક્ટર છું, જે તમે પૂછશો અને હું જવાબ આપીશ.જ્યારે પત્રકારે ફરી પ્રશ્ન કર્યો અને કહ્યું કે તમે તમામ ટીવી ચેનલોમાં આવી બાઈટ આપી છે. તો રામદેવે પત્રકાર તરફ ઈશારો કરતા કહ્યું કે, 'હાં, મેં આપી હતી. હવે નહીં આપું. શું કરી લઈશ. ચુપ થઈ જા. હવે વધુ પૂછીશ તો સારું નહીં થાય. એકવાર કહ્યુંને બસ. એટલો ઘમંડ ન કર.

રામદેવે કહ્યું કે દરેકે વધુ મહેનત કરવી જોઈએ. સરકાર કહે છે કે તેલની કિંમત ઓછી હશે તો ટેક્સ નહીં મળે તો દેશ કેવી રીતે ચલાવશે. તમે સેનાને કેવી રીતે ચૂકવણી કરશો, તમે રસ્તો કેવી રીતે બનાવશો ? હા, ફુગાવો ઘટવો જોઈએ, હું સંમત છું..બંને બાજુ છે. પરંતુ વધુ મહેનત કરો. સન્યાસી હોવાને કારણે હું સવારે 4 વાગ્યે ઉઠું છું અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરું છું.

તમને જણાવી દઈએ કે, 31 માર્ચ, 2022, ગુરુવારે દેશભરમાં છેલ્લા 10 દિવસમાં સતત નવમી વખત પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ​​પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 80-80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.આ પછી દિલ્હીમાં પેટ્રોલનો દર આજે 101.81 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ડીઝલ 93 રૂપિયાને પાર કરીને 93.07 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch