Sat,16 November 2024,6:59 pm
Print
header

આપ નેતા યુવરાજસિંહે કરેલા ટ્વીટથી મચ્યો હડકંપ, આવતીકાલે ઊર્જા વિભાગ ભરતીમાં મોટો ઘટસ્ફોટ થાય તેવા એંધાણ- Gujarat Post

મુખ્ય સૂત્રધારોના નામ ખુલે તેવી શક્યતા 

 

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક વર્ષોથી ભરતીઓમાં કૌભાંડ અને પેપર ફોડીને નોકરી આપી દીધાના અનેક બનાવો ગુજરાતમાં છે. હવે ઉર્જા વિભાગની ભરતીમાં આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યાં છે. UGVCL, DGVCL અને PGVCLની પરીક્ષામાં કેટલાક ઉમેદવારો રૂપિયા આપીને નોકરીમાં ઘૂસી ગયાના આક્ષેપ થયા છે. આવતીકાલે યુવરાજસિંહ મોટો ખુલાસો કરશે તેવી માહિતી તેમણે ટ્વીટ કરીને આપી છે. 

'પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત...' યુવરાજસિંહના ટ્વીટ બાદ ખળભળાટ મચી ગયો છે. ઉર્જા વિભાગની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધારોના નામ જાહેર કરે તેવું લાગી રહ્યું છે. સાથે #વ્યાપમ_નહીં_મહાવ્યાપક નામથી સોશિયલ મીડિયા પર નવું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. ઉર્જા વિભાગમાં ગેરરીતિ મામલે પરીક્ષામાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારે સમગ્ર ગોઠવણ કરી હોવાનો આરોપ છે. રમેશ પટેલ નામના વ્યક્તિનો પણ તેની સાથે હતો. પ્રાંતિજ પરીક્ષા સેન્ટરમાં આ ગેરરીતિ થઇ હોવાનો આરોપ છે.

અરવલ્લી ઊર્જા વિભાગ ભરતી કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાય તેવી શક્યતા છે. AAP નેતા યુવરાજસિંહના આરોપ મુજબ ઉર્જા વિભાગની ભરતીમાં જે કૌભાંડમાં વચેટિયાનું નામ અવધેશ પટેલ છે. તે જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી છે. જ્યારે બાયડમાં ટ્યૂશન ચલાવતો અજય પટેલ છે. ઓનલાઇન પરીક્ષા મહારાષ્ટ્રની NSEIT કંપની દ્વારા લેવામાં આવી હતી. એક પેપરના 21 લાખ રૂપિયા લેવામાં આવ્યાનો આરોપ છે. અનેક વિદ્યાર્થીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. રાહુલ પટેલ, ધવલ પટેલ, બાબુ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, જીગીશા પટેલ, આંચલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર ગેરરીતિથી પાસ થઇને નોકરી મેળવ્યાંના આરોપ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch