Fri,15 November 2024,7:13 am
Print
header

ફરી યુવરાજસિંહે ભાજપ સરકારની ચિંતા વધારી, 12માં ધોરણમાં પણ ડમીકાંડ ! 17 વીડિયોને લઇને કહી આ વાત

ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા 21 તારીખે ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે અને ભાજપના પૂર્વ મંત્રી અને નેતાઓને લઇને મોટો ખુલાસો કરશે, હાલમાં યુવરાજે ડમીકાંડમાં બે લોકોના નામો જાહેર કર્યાં છે, જેમાં રૂષિ અરવિંદ બારૈયાએ પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની પરીક્ષા આપી હતી. દર્શન ભરત બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. આ મામલે તપાસની માંગ કરી છે, અગાઉ સરકારી પરીક્ષાઓમાં ડમીકાંડમાં 36 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. અને હવે 12 માં ધોરણની પરીક્ષામાં પણ ડમીકાંડ થયો હોવાનો મોટો ઘટસ્ફોટ કર્યો છે.

હવે નેતાઓને ખુલ્લા પાડશે યુવરાજસિંહ

મારા પરિવારને મારી નાખવાની મળી રહી છે ધમકીઓ

લાખો ઉમેદવારો માટે લડી રહ્યાં છે યુવરાજસિંહ

યુવરાજસિંહે કહ્યું કે હું પોલીસ સમક્ષ અનેક લોકોનાં નામોનો ખુલાસો કરવાનો છે, મારા પરિવારને અકસ્માત કરીને મારી નાખવાની ધમકી અપાઇ છે, મારી પાસે 17 વીડિયો છે જેમાં અનેક ખુલાસા કરશે. મને રૂપિયાની ઓફર કરનારા નેતાઓના હું પોલીસ સમક્ષ ખુલાસા કરવાનો છું. મેં કોઇની પાસેથી રૂપિયા લીધા નથી, નોંધનીય છે કે ડમીકાંડમાં 45 લાખ રૂપિયા લેવાનો યુવરાજસિંહ પર બિપિન ત્રિવેદીએ આક્ષેપ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch