Sat,16 November 2024,10:02 am
Print
header

ભાજપના રાજમાં ભરતી કૌભાંડોની ભરમાર ! બોગસ સર્ટિફિટ પર વધુ એક ભરતી કૌભાંડનો યુવરાજ સિંહનો ઘટસ્ફોટ- Gujarat post

અમદાવાદઃ રાજ્યમાં સરકારી ભરતી (Recruitment)માં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. અગાઉ અનેક ભરતી કૌભાંડો સામે લાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે(yuvrajsinh jadeja) વધુ એક ભરતીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. યુવરાજ સિંહે પોતાના આક્ષેપમાં જણાવ્યું કે અત્યાર સુધી લેવાયેલી આરોગ્ય વિભાગની વિવિધ ભરતીઓમાં રાજ્ય બહારથી બોગસ સર્ટિફિકેટ લેનારા ઉમેદવારો નોકરી કરી રહ્યાં છે.આવનારી અન્ય ભરતી જેવી કે પશુધન નિરિક્ષક, ગ્રામ સેવક, લેબ ટેક, ઉર્જા વિભાગ તથા મેડિકલ ઑફિસર જેવી તમામ ભરતીઓ માટે પણ લેભાગુ એજન્ટો સક્રિય છે. તેઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની યુનિવર્સિટીના બોગસ સર્ટિફિકેટ આપી રહ્યાં છે. જેના પુરાવા અમારી પાસે છે. બોગસ સર્ટિફિકેટ વાળા ઉમેદવારો આવનારી ભરતીમાં આવે તેવી સંભાવના છે.

યુવરાજ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં આવા ફ્રોડ સર્ટિફિકેટનો વેપલો કરનારા અસંખ્ય લોકો છે. મોડાસાના લોર્ડ ક્રિષ્ના ટ્રસ્ટના રમેશ પટેલે અનેક વિદ્યાર્થીઓને આવા ફ્રોડ સર્ટિફિકેટ આપેલા છે. વિદ્યાર્થી નેતાએ જણાવ્યું કે, આવી જ રીતે ઉર્જા વિભાગમાં 10 તથા 12 પાસ થયેલા વિદ્યાર્થીઓને રાજ્ય બહારની કોલેજોમાંથી એન્જિનિયરિંગ કોર્સના ડિપ્લોમાં અને ડિગ્રી સર્ટીફિકેટ સાડા ત્રણ લાખ રૂપિયામાં લઈ આપીને આ એજન્ટો મારફતે નોકરી લગાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની ભરતીના પેપર લીક મામલે પણ યુવરાજસિંહના કારણે પરીક્ષા રદ્ કરાઇ હતી અને હજારો ઉમેદવારોન ન્યાય મળ્યો હતો, હવે ફરીથી યુવરાજસિંહે નવો ઘટસ્ફોટ કરતા ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch