સમાચાર · અંતરદૃશ્ય કવરેજ
📷 4 તસવીરો49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ
1 / 4

49 વર્ષની ઉંમરમાં પણ સુષ્મિતા સેનનો કાતિલ અંદાજ:મિસ યુનિવર્સ સુષ્મિતા સેનના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે કતારમાં એક જ્વેલરી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેની સુંદરતાએ બધાને મોહિત કર્યા હતા. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે, તેને ફરી એકવાર પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. આ વાયરલ ફોટામાં એક્ટ્રેસનો મનમોહક અંદાજ જોવા મળી રહ્યો છે. 49 વર્ષની ઉંમરે પણ સુષ્મિતા સેન હજુ પણ તેના ગ્લેમર અને સુંદરતાથી લાઈમલાઈટમાં રહે છે.(તસવીર: Gujarat Post)
2 / 4

ચણિયા ચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે કૃતિ શેટ્ટી:સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી કૃતિ શેટ્ટી ચણિયાચોલીમાં ગોર્જિયસ લાગી રહી છે. તેનો જન્મ મેંગ્લોરના પરિવારમાં થયો હતો, પરંતુ તેનો ઉછેર મુંબઈમાં થયો છે. કૃતિ શેટ્ટીએ માત્ર 17 વર્ષની નાની ઉંમરે હૃતિક રોશનની સુપર-30 ફિલ્મમાં એક વિદ્યાર્થીની તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.(તસવીર: Gujarat Post)
3 / 4

તમન્ના ભાટિયાના જન્મદિવસની ઉજવણી, મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પાર્ટીનો આનંદ માણ્યો:અભિનેત્રી તમન્ના ભાટિયાએ 21 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તમન્ના ઇન્ડસ્ટ્રીની એક લોકપ્રિય અભિનેત્રી છે. તેને પોતાના અભિનય અને નૃત્ય કૌશલ્યથી ચાહકોને મોહિત કર્યા છે. તે 36 વર્ષની છે. મૃણાલ ઠાકુર અને સિદ્ધાંત ચતુર્વેદીએ પાર્ટીનો આનંદ માણ્યો હતો.(તસવીર: Gujarat Post)
4 / 4

નવા વર્ષની ઉજવણી કરવા હિના ખાન પહોંચી માલદીવ, તસવીરો આવી સામે:હિના ખાન 2025 ને અલવિદા કહેવા અને નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ પહોંચી છે. તેણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના કેટલાક નવા ફોટા શેર કર્યા છે. હિના ખાન હંમેશા તેના ફેશન સેન્સ માટે સમાચારોમાં રહે છે. તેના સ્ટાઇલિશ લુક્સે તેને ટીવી અને બોલિવૂડની દુનિયામાં ફેશન આઇકોન બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરતા હિનાએ કેપ્શનમાં લખ્યું, ગોલ્ડન ડિસેમ્બર. મારા હૂંફાળા વિલામાં એક અદ્ભુત દિવસ રહ્યો.(તસવીર: Gujarat Post)
