નવી દિલ્હીઃ એસસી-એસટી એક્ટમાં ફેરફાર લાવ્યા બાદ ઓબીસી અને સવર્ણો તરફથી આવી રહેલ વિરોધના સૂરને કઇ રીતે દબાવવામાં આવે, આને લઇને નરેન્દ્ર મોદી સરકારમાં મંથન ચાલી રહ્યું છે. સરકાર અને પાર્ટીના સ્તરે મળેલ ફીડબેક બાદ ચિંતા છે. સરકાર આ વર્ગને સામાન્ય ચૂંટણીમાં મનાવવા માટે ખાસ રણનીતિ બનાવી રહી છે.