Wed,30 October 2024,7:09 am

સ્ટુડન્ટ ઓફ ધ યર-2 નું પહેલું સોન્ગ ધ જવાની મચાવી રહ્યું છે ધૂમ

  • 2019-04-19 17:29:18
  • /
  • Video
'સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મનું પહેલુ સોંગ ધ જવાની ગત ગુરુવારે રિલીઝ થયું હતુ અને હવે તે ધૂમ મચાવી રહ્યું છે. ધ જવાની સોંગ 1972ની ફિલ્મ જવાની દીવાનીના સોંગ યે જવાની હૈ દીવાનીનું રિક્રિએટેડ વર્ઝન છે. તેમાં વિશાલ દદલાણીનો અવાજ છે. ફિમેલ વોઇસ પાયલ દેવનો છે. વિશાલ-શેખરે ગીતને રિ-મિક્સ કર્યું છે. ઓરીજીનલ સોન્ગ આનંદ બક્ષીએ લખ્યું હતું. ઓરીજીનલ ગીતમાં મ્યુઝિક આર.ડી.બર્મનનું હતુ અને કિશોર કુમારે ગાયુ હતુ. રિક્રિએટેડ વર્ઝન માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ના સ્ટાર કાસ્ટ ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેએ તેમના ડાન્સ મૂવ્સ દેખાડ્યા છે. આ ફિલ્મ કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે. પુનિત મલ્હોત્રા તેના ડિરેક્ટ છે અને 10 મેંના રોજ ફિલ્મ રિલિઝ થશે.