Fact Check: સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના ફોટા, વીડિયો અને મેસેજ વાયરલ થાય છે. તેમાંના મોટાભાગના ફોટા અને વીડિયો ખોટા દાવાઓ સાથે વાયરલ કરવામાં આવે છે. મોબાઈલ મેસેજ પણ છેતરપિંડીનો સ્ત્રોત બની ગયા છે. ગુજરાત પોસ્ટની ફેક્ટ-ચેકિંગ ટીમ આવા સંદેશાઓ, ફોટા અને વીડિયોની સત્યતા ચકાસે છે.
શું વાયરલ થઈ રહ્યું છે ?
વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ ફરતો થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તરફથી છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે SBI યુઝર્સને તેમના આધાર અપડેટ કરવા માટે એક APK ફાઇલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો આધાર અપડેટ નહીં થાય, તો SBI YONO એપ બ્લોક થઈ જશે.
આ દાવો સંપૂર્ણપણે ખોટો છે
















