લોરેન્સ બિશ્નોઇ ગેંગે કહ્યું સલમાન ખાન સાથે કામ કરશો તો આવા હાલ થશે
ઈગર શ્રોફને ગોળી નથી વાગી, તેનો ડ્રાઈવર ઘાયલ થયો હતો
મુંબઈઃ જુહુમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અભિનેતા સુરક્ષિત છે, પરંતુ તેને ઈજાઓ પહોંચી છે. ઘટના બાદ સામે આવેલા પ્રથમ વીડિયોમાં ટાઈગર શ્રોફ પોતાના હાથ પર પટ્ટી બાંધેલો જોવા મળી રહ્યો છે. તેનો હાથ દાઝી ગયો છે.
પરંતુ સવાલ એ ઊભો થાય છે કે ગોળી વાગી ન હોવા છતાં ટાઈગર શ્રોફનો હાથ કેવી રીતે દાઝી ગયો ? બંદૂકમાંથી બહાર નીકળતી માત્ર ગોળી જ એકમાત્ર વસ્તુ નથી હોતી. હથિયારના ફાયરિંગથી મઝલ ફ્લેશ (બંદૂકની અણી પર પેદા થતી જ્વાળા), અતિશય ગરમ ગેસ અને ક્યારેક સળગ્યા વગરના દારૂગોળાના કણો પણ બહાર નીકળે છે. જ્યારે કોઈ વ્યક્તિ બેરલની ખૂબ નજીક ઊભી હોય ત્યારે આ તત્વો ત્વચા અથવા કપડાં સુધી પહોંચી શકે છે અને ઈજાનું કારણ બની શકે છે.













