Box Office Collection: સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર 2' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના 20માં દિવસે પણ ફિલ્મે કરોડોની કમાણી કરીને પોતાની મજબૂત પક્કડ જાળવી રાખી છે. ભાષાવાર કલેક્શનની વાત કરીએ તો તમિલ વર્ઝને સૌથી વધુ ₹1.93 કરોડની કમાણી કરી છે. જ્યારે હિન્દી ડબ વર્ઝને ₹80 લાખ, તેલુગુ વર્ઝને ₹45 લાખ અને કન્નડ વર્ઝને ₹17 લાખનું કલેક્શન નોંધાવ્યું છે.
આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન ₹463.05 કરોડ અને કુલ ભારતીય ગ્રોસ કલેક્શન ₹541.65 કરોડ સુધી પહોંચ્યું હોવાનો અહેવાલ છે. વિશ્વભરમાં ફિલ્મની કમાણી ₹816 કરોડને પાર કરી ગઈ છે. અંદાજે ₹350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મેળવી છે.
'
જેલર 2 એ અત્યાર સુધીમાં કોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. હવે ફિલ્મની નજર થલાપતિ વિજયની 'ધ ગોટ' અને 'લિયો'ના તમિલનાડુ બોક્સ ઓફિસ રેકોર્ડ પર છે. બીજી તરફ અજય દેવગનની 'દ્રશ્યમ 3' અને આયુષ્માન ખુરાનાની 'ઉડતા તીર' વચ્ચે પણ બોક્સ ઓફિસ પર રસપ્રદ ટક્કર જોવા મળી રહી છે. મંગળવારના કલેક્શનમાં 'ઉડતા તીરે' 'દ્રશ્યમ 3'ને પાછળ છોડી દીધી છે.













