વડોદરાઃ કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પક્ષે આ અંગે એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે. પક્ષે ભીખાભાઈ રબારીને પોતાના અધિકૃત ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ

કે.સી. વેણુગોપાલે નિવેદન બહાર પાડ્યું
કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભીખાભાઈ રબારીની ઉમેદવારીને મંજૂરી આપી છે. ભીખાભાઈના નામની જાહેરાતને કારણે આ બેઠક પરનો મુકાબલો વધુ રસપ્રદ બન્યો છે. તેમની સામે ભાજપના સતિષ ગોવિંદભાઈ પટેલને ભાજપે ટિકિટ આપી છે.
ભાજપે સતિષ ગોવિંદભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા
શુક્રવારે ભાજપે માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ કાઉન્સિલર સતિષ પટેલને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. તેઓ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના કાઉન્સિલર તરીકે અનેક વખત ચૂંટાઈ આવ્યાં છે અને આ નાગરિક સંસ્થાની મહત્વપૂર્ણ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યાં છે. તેઓ અગાઉ ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખનું પદ પણ સંભાળી ચૂક્યા છે.
મતદાન ક્યારે થશે ?
ચૂંટણી પંચે 2 જુલાઈએ જાહેરાત કરી હતી કે માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી 30 જુલાઈએ યોજાશે અને મતગણતરી 3 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે. પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી છે. 8 વખત ધારાસભ્ય રહી ચૂકેલા 79 વર્ષીય યોગેશભાઇ પટેલનું લાંબી માંદગી બાદ 2 જૂનના રોજ વડોદરામાં અવસાન થયું હતું
આ પણ વાંચો
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ

આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ

વડોદરામાં ગણેશ વિસર્જન વખતે પદાધિકારીઓની ગાડી રોકાઇ, DCP મંજીતા વણઝારા અને ભાજપ નેતાઓ વચ્ચે બોલાચાલી

વાઘોડિયાઃ પ્રેમિકાની ઘાતકી હત્યા બાદ મૃતદેહને સળગાવીને ફરાર થયેલો આરોપી ઝડપાયો


વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ

આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ

વડોદરામાં ગણેશ વિસર્જન વખતે પદાધિકારીઓની ગાડી રોકાઇ, DCP મંજીતા વણઝારા અને ભાજપ નેતાઓ વચ્ચે બોલાચાલી









