• કર્મચારીને છરી બતાવીને અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખીને ગાળાગાળી કરી • મહિલા કર્મચારી સહિતના સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ: શહેરના સાધુ વાસવાણી રોડ પર સુપર ગોલ્ડન માર્કેટ સામે આવેલા બોડીકેર સ્પામાં જૂની અદાવત રાખીને બે શખ્સોએ છરી સાથે ઘૂસીને આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ સ્પામાં તોડફોડ કરી, કર્મચારીનો મોબાઈલ ફોન તોડી નાખી મહિલા કર્મચારી સહિત તમામને જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં પહોંચ્યો છે.













