• મુંબઈમાં ત્રણ ગુજરાતીઓનો સામૂહિક આપઘાત • આર્થિક સંકટથી કંટાળીને ભાઈ-બહેનોએ ઝેર ગટગટાવ્યું • ત્રણ ચાર દિવસ પહેલાં ઝેર પીધાની શંકા • ફલેટમાંથી કોહવાયેલા મૃતદેહ મળી આવ્યાં
Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું
- •મુંબઈમાં ત્રણ ગુજરાતીઓનો સામૂહિક આપઘાત
- •આર્થિક સંકટથી કંટાળીને ભાઈ-બહેનોએ ઝેર ગટગટાવ્યું
- •ત્રણ ચાર દિવસ પહેલાં ઝેર પીધાની શંકા
- •ફલેટમાંથી કોહવાયેલા મૃતદેહ મળી આવ્યાં

પ્રતિકાત્મક ફોટો
મુંબઇઃ વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં રહેતા ત્રણ ગુજરાતી ભાઈ- બહેનોએ બીમારી અને આર્થિક સંકટથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેયે મૃત્યુ પહેલાં ગુજરાતીમાં બનાવેલા વીડિયોમાં બીમારી અને આર્થિક સંકટનો ઉલ્લેખ કર્યો છે.
આ ઘટનામાં મૃતકોની ઓળખ 50 વર્ષના કુમાર મહેતા, 52 વર્ષના દીપેશ મહેતા અને 48 વર્ષના ખેવના મહેતા તરીકે થઈ છે. ત્રણેય વિરાર-વેસ્ટના ગ્લોબલ સિટી વિસ્તારમાં ગાર્ડન એવન્યું બિલ્ડિંગના ડી વિંગના ફ્લેટ નંબર 1203માં રહેતા હતા. તેઓ મૂળ ગુજરાતના રાજુલાના જાફરાબાદના વતની છે.
ગુરુવારે સવારે ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતા રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. અંદર ત્રણેયના મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યાં હતા.
ત્રણેય ભાઈ-બહેન અપરિણીત હતા અને વર્ષ 2025 થી આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. ત્રણમાંથી એકને સ્ટ્રોક આવ્યો હતો, જ્યારે અન્ય એક કેન્સરથી પીડાતો હતો. પોલીસના જણાવ્યાં અનુસાર ત્રણેયે આશરે ત્રણથી ચાર દિવસ પહેલાં ઝેર પીને જીવન ટૂંકાવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Vadodara News:વડોદરામાં માતાએ વ્હાલસોયા પુત્ર-પુત્રી સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી બાકી હપ્તાની નોટિસ મળી

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં


રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Vadodara News: વડોદરામાં માતાએ વ્હાલસોયા પુત્ર-પુત્રી સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી બાકી હપ્તાની નોટિસ મળી









