એક જ પરિવારના ત્રણ સભ્યોના એકસાથે મોતના પગલે પોળમાં ગમગીની છવાઈ ગઈ મૃતદેહોમાંથી દુર્ગંધ આવતી હોવાથી બનાવને થોડો સમય વીતી ગયો હોવાની શક્યતા
વડોદરાઃ માંડવી વિસ્તારમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. દલા પટેલની પોળમાં રહેતા એક પરિવારે અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. 50 વર્ષીય માતાએ પોતાના પુત્ર અને પુત્રી સાથે ઘરમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.













