કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ છટણીનો ઉદ્દેશ્ય એમેઝોનને વધુ કાર્યક્ષમતાથી કામ કરવામાં મદદ કરવાનો અને પ્રોડક્ટ્સના આયોજન અનુસાર સંસ્થાને તૈયાર કરવાનો છે સવારે કર્મચારીઓને ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ મારફતે છટણી અંગે માહિતગાર કરવામાં આવ્યા
ન્યૂયોર્કઃ એમેઝોને ચાલુ મહિને બીજી વખત કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપની પોતાના ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી આશરે 250 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. આ અગાઉ આ જ મહિનામાં કંપનીના મુખ્ય રિટેલ બિઝનેસમાંથી લગભગ 1000 ને પાણીચું પકડાવવામાં આવ્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, કંપની દ્વારા કિન્ડલ ઈ-રીડર અને ટેબ્લેટ્સ જેવા નવા ઉત્પાદનો લોન્ચ કર્યાના થોડા અઠવાડિયા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.













