- રાજકોટ પહોંચતા જ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ
- કથિત ચમત્કારોનો પર્દાફાશ કરનારાઓ માટે પણ સુરક્ષા માંગતી પોલીસમાં અરજી
રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન 2023ના સફળ આયોજન બાદ, ફરી એકવાર આજે એટલે કે 5 જૂન 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી પહોંચ્યાં છે. જો કે, તેમના આગમનની સાથે જ રાજકોટમાં વૈચારિક ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યાં છે.













