- પોસ્ટથી કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી
- પોસ્ટ વાયરલ થયા બાદ નેતાજીએ લુલો બચાવ કર્યો
સુરતઃ શહેરમાં આરોપીઓને જાહેરમાં ઢોર માર મારવાના મામલે હાઈકોર્ટ દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે કડક વલણ અપનાવ્યાં બાદ નવો વિવાદ સર્જાયો છે. પોલીસ અધિકારીના સમર્થનમાં ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર હાઈકોર્ટના જજ વિરુદ્ધ અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.













