- સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વાતાવરણમાં અસ્થિરતા વધી
- અમદાવાદમાં ગઈકાલે સાંજે આંધી સાથે વરસાદ પડ્યો હતો
- 7 થી 12 મે દરમિયાન વાતાવરણ ફરી શુષ્ક રહેવાની સંભાવના છે
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે.













