ઇસ્લામાબાદઃ રવિવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તુનખ્વાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં સ્વાત શાંતિ રેલીમાં વિસ્ફોટ થયો હતો, 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સ્વાત અમન જિર્ગા રેલીમાં આત્મઘાતી હુમલાની શંકા
સ્વાત રેલીમાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. જો કે, તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સ્વાતમાં શાંતિ રેલીનું આયોજન સ્થાનિક આદિવાસી પરિષદ સ્વાત અમન જિર્ગા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ પ્રદેશમાં શાંતિની માંગ કરવાનો હતો. જો કે, હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાતમાં સુરક્ષા પરિસ્થિતિ બગડી છે













