- બંગાળ સરહદના એજન્ટો દ્વારા નકલી દસ્તાવેજો બનાવી સુરત લાવવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
- સંયુક્ત સર્ચ ઓપરેશન અને સામૂહિક અટકાયત
- માનવ તસ્કરી અને આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
સુરત: શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ શહેરના વિવિધ સંવેદનશીલ અને શ્રમિક વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કર્યાં હતા, જેમાંથી પ્રાથમિક તપાસ અને ડેટા વેરિફિકેશનના અંતે 84 નાગરિકો ગેરકાયદેસર બાંગ્લાદેશી હોવાનું કન્ફર્મ થયું છે.













