- હવે 55% ને બદલે 58% DA મળશે.
- આ નિર્ણયથી એસટી નિગમ પર અંદાજે રૂ. 24 કરોડથી વધુનો વધારાનો વાર્ષિક આર્થિક બોજ પડશે.
ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (ST)ના હજારો કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે.













