• રૂ.100 કરોડને પાર કરી ગઈ છે ફિલ્મ હજુ પણ શો જઈ રહ્યાં છે હાઉસફૂલ કલાકારોને મળવા વિવિધ શહેરોમાં ફેંસની જામે છે ભીડ રાજકોટ: ગુજરાતી ફિલ્મ લાલો (Laalo) ના પ્રમોશન માટે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્
લાલો ફિલ્મના પ્રમોશનમાં ધક્કામુક્કી: રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ

રૂ.100 કરોડને પાર કરી ગઈ છે ફિલ્મ
હજુ પણ શો જઈ રહ્યાં છે હાઉસફૂલ
કલાકારોને મળવા વિવિધ શહેરોમાં ફેંસની જામે છે ભીડ
રાજકોટ: ગુજરાતી ફિલ્મ લાલો (Laalo) ના પ્રમોશન માટે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફિલ્મના કલાકારો પહોંચતા જ ઓવરક્રાઉડિંગને કારણે લોકો ધક્કે ચઢ્યા હતા, જેના પરિણામે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ હતી.
ભીડને કારણે એક બાળકી એસ્કેલેટર પર પટકાઈ હતી, પરંતુ સમયસર બે વ્યક્તિઓએ દરમિયાનગીરી કરીને તેનો જીવ બચાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા બાઉન્સરોની હાજરીમાં પણ સ્ટારકાસ્ટને લઈ જવામાં ભારે ધક્કામુક્કીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે થોડા સમય માટે સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી હતી.
આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જરૂર જણાશે તો ફિલ્મના સ્ટારકાસ્ટની પૂછપરછ કરવામાં આવશે. આ ઘટના સંદર્ભે ક્રિસ્ટલ મોલના મેનેજર સમીર વિસાણી સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો. ક્રિસ્ટલ મોલના મેનેજરે કોઈપણ પ્રકારની પૂર્વમંજૂરી વિના જાહેર જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વચ્ચે સ્ટેજ રાખી લાલો ફિલ્મના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને પ્રમોશન માટે બોલાવ્યાં હતા, જેને લીધે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકના PSI ફરિયાદી બન્યા હતો. મોલના મેનેજરે રાજકોટ શહેર પોલીસ કમિશનરની પરવાનગી વિના જાહેર જગ્યામાં વધારે માણસોને એકત્ર કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.
આ પણ વાંચો
Rajkot Crime News:રાજકોટમાં સ્પામાં છરી સાથે બે શખ્સોએ મચાવ્યો આતંક, તોડફોડ કરીને મહિલા કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

કોડીનારની બે સગીરાઓને ઉનાવા લઈ જઈને ધર્મપરિવર્તન અને લગ્ન કરાવવાના પ્રયાસનો પર્દાફાશ

ધુરંધર ફિલ્મના ડાયલોગથી વિવાદ:સંજય દત્તના સંવાદ પર જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજમાં રોષ


Rajkot Crime News: રાજકોટમાં સ્પામાં છરી સાથે બે શખ્સોએ મચાવ્યો આતંક, તોડફોડ કરીને મહિલા કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

કોડીનારની બે સગીરાઓને ઉનાવા લઈ જઈને ધર્મપરિવર્તન અને લગ્ન કરાવવાના પ્રયાસનો પર્દાફાશ









