• આ મામલે પોલીસે ઉનાવા દાતારબાપુ દરગાહના મૌલવી, કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના મુસ્લિમ યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
કોડીનારની બે સગીરાઓને ઉનાવા લઈ જઈને ધર્મપરિવર્તન અને લગ્ન કરાવવાના પ્રયાસનો પર્દાફાશ
- •આ મામલે પોલીસે ઉનાવા દાતારબાપુ દરગાહના મૌલવી, કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના મુસ્લિમ યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ગીર સોમનાથ: કોડીનાર પંથકમાંથી ગુમ થયેલી બે સગીરાઓને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે લઈ જઈ ધર્મપરિવર્તન કરાવવા તેમજ તે પૈકીની એક સગીરાના લગ્ન 16 વર્ષના કિશોર સાથે કરાવવાના પ્રયાસનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. કોડીનાર પોલીસે સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતારબાપુ દરગાહમાંથી બંને સગીરાઓને બુરખો પહેરેલી હાલતમાં શોધી કાઢી છે. આ કેસમાં દરગાહના મૌલવી સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.
કોડીનારમાંથી બે સગીરાઓ ગુમ થવા અંગે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસતાં અને ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરતાં બંને સગીરાનું લોકેશન મહેસાણા જિલ્લાના ઉનાવા ગામ તરફ મળ્યું હતું. કોડીનાર પોલીસની ટીમે તાત્કાલિક ઉનાવા પહોંચી સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડી દાતારબાપુ દરગાહમાંથી બંને સગીરાને શોધી કાઢી હતી. બંનેને કોડીનાર પરત લાવી મહિલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
સમગ્ર ઘટના સંદર્ભે ધોરણ-8 માં અભ્યાસ કરતી એક સગીરાનો આશરે 6 મીનિટનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે સમગ્ર આપવીતી વર્ણવી છે. સગીરાના જણાવ્યાં અનુસાર, તેને એક સગીરાના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે લઈ જવાઈ હતી, જ્યાં બુરખો પહેરાવી વેરાવળ મોકલવામાં આવી હતી. વેરાવળથી ટિકિટ વગર ટ્રેનમાં ગાંધીનગર અને ત્યાંથી માતા પાસેથી દુકાનદાર મારફતે રૂ. 1000 મેળવી ટ્રેન દ્વારા બંને ઉનાવા પહોંચી હતી.
ઉનાવા સ્ટેશનેથી એક યુવક તેમને રિક્ષામાં મીરા દાતારબાપુ દરગાહ લઈ ગયો હતો, જ્યાં તેમને ત્રણ દિવસ રાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ કે પરિવાર લોકેશન ટ્રેસ ન કરી શકે તે માટે ધોરાજીના એક મુસ્લિમ યુવકે સગીરાઓના ફોનમાંથી સિમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હતા. સગીરાનો આક્ષેપ છે કે તેની ઓળખ છુપાવવા માટે તેનું નામ બદલીને કાજી નાયરા રાખવામાં આવ્યું હતું તેમજ તેના 16 વર્ષના એક કિશોર સાથે લગ્ન કરાવી ત્યાં જ સ્થાયી થવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ મામલે પોલીસે ઉનાવા દાતારબાપુ દરગાહના મૌલવી, કહેવાતા મુસ્લિમ મામા, ધોરાજીના મુસ્લિમ યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ કોઈ સંગઠિત ધર્માંતરણ નેટવર્ક હોવાની આશંકા છે, જેથી આરોપીઓ દ્વારા અગાઉ અન્ય કોઈ સગીરાઓ કે યુવતીઓ સાથે આવું કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

ડ્રગ્સ જ ડ્રગ્સ:ફરીથી વાપીમાંથી 14 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

Rajkot Crime News:રાજકોટમાં સ્પામાં છરી સાથે બે શખ્સોએ મચાવ્યો આતંક, તોડફોડ કરીને મહિલા કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી


PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા

રાજકોટ સમાચારઃ કેનેડા રહેતા યુવકનો હમશકલ ઊભો કરીને વડીલોપાર્જિત જમીન બારોબાર વેચી મારી

ડ્રગ્સ જ ડ્રગ્સ: ફરીથી વાપીમાંથી 14 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો









