ગાંધીનગરઃ ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ થયેલી ખાતાકીય તપાસને લઇને ગુજરાત વહીવટી સેવા (GAS) ના બે ક્લાસ-1 અધિકારીઓ, ડી. આઈ. ભાગલાણી અને જે. એમ. તુવરને ફરજિયાત નિવૃત્ત કરી નાખ્યાં છે.

ડી આઈ ભાગલાણી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ સોસાયટી (GSTDREIS) ખાતે જોઈન્ટ કમિશનર (સિનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. જ્યારે જે એમ તુવર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (સિનિયર સ્કેલ) હતા. આ બંને અધિકારીઓ ગાંધીનગરમાં કાર્યરત હતા અને હવે ઘરભેગા કરાયા છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ અગાઉ પણ અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃત કરી નાખ્યાં હતા અને ફરીથી હવે વધુ બે અધિકારીઓને ઘરભેગા કરી દીધા છે, ભ્રષ્ટાચાર સામેની લડાઇમાં હજુ પણ અનેક અધિકારીઓને ફરજિયાત નિવૃતી આપી દેવામાં આવશે.